ચારણી સાહિત્યની નોંધ શા માટે નહિ?

ચારણી સાહિત્યની નોંધ શા માટે નહિ?

આપ સહુ જાણો છો તેમ, ચરજ નેટવર્ક મેગેઝિન એ ચારણી અસ્મિતા, સંસ્કૃતિ અને સાહિત્યને ઉજાગર કરતું પ્રગતિશીલ મેગેઝિન છે. આપણું ચારણી સાહિત્ય યોગ્ય રીતે ગ્રંથસ્થ થાય અને બહોળા સમાજ સુધી પહોંચે એ માટે ચરજ મેગેઝિન હંમેશાં પ્રતિબદ્ધ છે. આવી પ્રતિબદ્ધતા સાથે અમે જ્યારે કામ કરતાં હોઈએ ત્યારે અમારી નૈતિક ફરજ બને છે કે ચારણ સર્જકો અને ચારણી સાહિત્યનાં કોઈપણ પ્રશ્નો કે અન્યાય વિશે ચરજ મેગેઝિન એક માધ્યમ બનીને પહેલ કરે, આવા પ્રશ્નોને યોગ્ય પરિપેક્ષ્યમાં સમાજ સમક્ષ રજૂ કરે, ચારણી સાહિત્યનાં વિદ્વાનો –સંશોધકો –ઇતિહાસકારો –લેખકો –કવિઓ, અન્ય સર્જકો, ચાહકોને આવા મુદ્દે જોડે, બધા સાથે સંવાદ રચાય અને આ મુદ્દે શું કરી શકાય? એ અંગે સૌના વિચારો –પ્રતિભાવો-સૂચનો દ્વારા યોગ્ય માર્ગદર્શન મેળવે, જેથી આ મુદ્દેકંઈક નક્કર અને પરિણામલક્ષી આયોજન કરવાની દિશામાં આપણે સહુ આગળ વધી શકીએ. સાહિત્ય વાંચનમાં રૂચિ હોવાને કારણે ઘણા વર્ષો પહેલા ‘ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ’ગ્રંથ શ્રેણી વાંચેલી ત્યારે થયેલું કે આમાં ‘જૈન સાહિત્ય ‘પારસી સાહિત્ય’ અને ‘મુસ્લિમ સાહિત્ય’ નાં વિસ્તૃત પ્રકરણો છે પણ આપણાં ‘ચારણી સાહિત્ય’ વિષે એક પાનું પણ નહિ.! આવી આભડછેટ અને ઉપેક્ષા ચારણી સાહિત્ય પ્રત્યે શું કામ થઇ હશે? પણ ત્યાર પછી ‘ચરજ મેગેઝિન’ શરૂ કર્યા પછી આદરણીયશ્રી નરોત્તમ દાદા સાથેનો પરિચય વધ્યો. ચારણી સાહિત્ય –લોકસાહિત્ય કે ઇતિહાસ વિષે જ્યારે કશુંક ન સમજાય ત્યારે શ્રી નરોત્તમ દાદા સાથે અવારનવાર ફોન પર લાંબી વાતો કરવાનું થતું. આવી ફોન ગોષ્ઠીથી મારી સમજણ તો સ્પષ્ટ થતી જ અને સાથે સાથે એમનાં તરફથી પુસ્તકો પણ પ્રેમપૂર્વક મળવા લાગ્યાં. એમણે મને મોકલાવેલ એમનું પુસ્તક “સાહિત્ય: લોક અને શિષ્ટ” હું એક જ બેઠકે વાંચી ગયો. આ પુસ્તકમાં ચારણી સાહિત્ય પ્રત્યે એમણે ઊંડી નિસ્બત સાથે લખેલો એમનો લેખ “ચારણી સાહિત્યની નોંધ શા માટે નહિ?” જ્યારે વાંચ્યો, ત્યારે વર્ષો પહેલાં કરેલી ચિંતા તાજી થઇ અને એ ચિંતા ખોટી ન્હોતી એનો રાજીપો પણ થયો.

Related posts

શ્રી દાદબાપુ

સંપાદક

પદ્મશ્રી કવિ દાદબાપુ નો સન્માન સમારોહ તથા ”હાજર છે હિંગોળ” ગ્રંથ વિમોચન

સંપાદક

પ્રણામ પિતાજી

સંપાદક

ટિપ્પણી મૂકો