Sant Shree Shivraj Bhagat

સંતશ્રી શિવરાજ ભગત – ભાડા

આજે અમો આપ સર્વેને એક એવા ચારણ સંત વિ શેની જાણકારી આપવા જઈ રહ્યા છીએ કે જેમના વિ શે કચ્છ પ્રદેશના દરિય ાકાંઠાના વિ સ્તા રો માહિ તગાર હશે. પરંતુ સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છ અને ગુજરાતના તથા અન્ય સ્થળોના ચારણોને આ વિ ભૂતિ વિ શેની જાણકારી મળે એ હેતુથી ગાગરમાં સાગર ભરવાનો પ્રયાસ છે.

સંક્ષિપ્ત પરિચય
• નામ : બાલબ્રહ્મચારી પૂજ્ય શિ વરાજ ભગત
• માતા : સુમણબાઈ અભાભાઈ ગઢવી ( પુનાણી – સિ ંધિય ા)
• પિ તા : અભાભાઈ ૫ુનશીભાઇ ગઢવી ( પુનાણી – સિ ંધિય ા)
• ઉંમર : આશરે ૮૫ વર્ષ
• જન્મ તિથિ : આસો સુદ તેરસ
• ગામ : ભાડા પો. મોટા લાયજા તાલુકો : માંડવી-કચ્છ

પૂજ્ય સોનલમાએ જ્યારે વિશોતરીય નાતને એકત્ર કરી. મઢડા મુકામે સંમેલન યોજ્યું ત્યા રે શિ વરાજ ભગત પૂજ્ય માના દર્શને જવાનો નિર્ણય કરી અને મઢડા ગયેલાં. આઈમાના અતિ પ્રિય પાત્ર હોવાથી અને ભગતને પણ આઇમાં પ્રત્યે નો પૂજ્યભાવ હોવાથી સંમેલન પૂરું થયા પછી પણ લગભગ છએક મહિ ના રોકાયા. અમુક સેવકોને તો એમ પણ થયું કે ”આ ભગત બધા મહેમાનો ચાલ્યા ગયા પછી પણ કેમ રોકાયા ? વાટ ખર્ચી ખૂટી હશે ? કે બીજી કોઈ તકલીફ હશે ? એવું હોય તો આપણે મદદ કરીએ.” પરંતુ ભગતને તો મા પ્રત્યે અનન્ય લાગણી હોવાથી ત્યાં ના કામકાજમાં સાથ આપવા લાગ્યા . અન્ય સેવકોએ જ્યા રે માને વાત કરી કે મા કચ્છના એક યુવાન ચારણ આવ્યા છે અને એ આપણી ખેતીવાડીનું અને ઘરનું કામ મજૂરોની સાથે કરવા લાગ્યા છે. ત્યા રે માએ કહ્યું કે એમને મારી પાસે લઇ આવો. માંડ માંડ વાત કરી તો નદી કિ નારે સ્નાન ધ્યા ન પતાવીને શિ વરાજ ભગત મા પાસે આવ્યા . મા અને ભગત મળ્યા . શિ વરાજ ભગતે માને પ્રણામ કર્યા અને માએ કહ્યું કે ઃ ”શિ વરાજ ! તું આટલું બધું કામકાજ આ ઉનાળાના દિવસોમાં કેમ કરે છે ? મને સારું નથી લાગતું. તું આનંદથી રોકાયો ભલે, પણ હવે તું આવી મજૂરી ન કરતો.’ માએ ભગતનું બાવડું પકડી લીધું અને કહ્યું કે શિવરાજ મારે મન બધા દીકરા સરખા જ હોય. તારે આવી મહેનત મજૂરી કરવાની જરૂર નથી.” પછી તો ઘણો વાર્તા લાપ થયો. શિ રામણ પાણી કર્યા ત્યાં અચાનક ગાદલા ગોદડાં અન્ય જગ્યા એ મૂકવા માટે ખટારો આવ્યો . ૫ાયકજીએ શિ વરાજ ભગતને કહ્યું કે ”ભાઈ, તું આ ખટારામાં બેસી જા. બાજુના ગામમાં ગાદલાં ગોદડાં મૂકવા જવાનું છે.” અને માએ કહ્યું કે ”તું સાથે જા તો સારું.” માનો આદેશ થતાં શિ વરાજ ભગત ખટારામાં બેસી ગયા. ખટારો ગાદલા-ગોદડાં ખાલી કરી અને પાછો વળવાને બદલે જૂનાગઢ જતો રહ્યો. હવે ભગત મુંઝાણા કે મઢડે કેમ જાવું ? તો પણ રસ્તે હાલતાં થયાં અચાનક રસ્તે એક સફેદ વસ્ત્ર ધારણ કરેલ સ્ત્રીએ ભગતને મઢડાનો રસ્તો બતાવ્યો . મઢડા ૫હોંચ્યા ૫છી માએ શિ વરાજ ભગતને કહ્યું કે ”મઢડા તો તેં જોયું ન હતું. તો મઢડા પહોંચ્યા કેમ?” ત્યારે શિવરાજ ભગતે કહ્યું કે ”મા! આપે તો મને રસ્તો દેખાડયો. હવે જીવન જીવવાનો સાચો રસ્તો પણ દેખાડતા રહેજો.” આ સાંભળી અને મા હસવા લાગ્યા . બીજે દિવસે માના ખેતરમાં જાર વાઢવાનું કામ ચાલુ હતું. ભગત એ કામમાં પણ જોડાઈ ગયા. માને પાછી ખબર પડી કે શિ વરાજ તો કામે લાગી ગયો છે. અચાનક મા છત્રી લઈને આવ્યા . ભગતની માથે છત્રી કરી અને છાંયો કર્યો . પરસેવે પોતે છત્રી લઈને છાંયો કરવા ઉભા હતા. હવે માને તડકામાં કેમ ઊભા રખાય ? એટલે મા અને ભગત ઘરે આવ્યાં . ભગતની સેવાચાકરીની નોંધ લઇને માએ કહ્યું કે ”શિ વરાજ, હવે તું ભાડા જા. ત્યાં જઇ મૂંગા પશુઓની અને માનવોની સેવા કર.”

ભગતે કહ્યું કે ”હા, મા આમ પણ મારે મારા માતા-પિ તાની રજા લઇને, આશ્રમ સ્થા પી સેવા જ કરવી છે.” ભગત નીકળ્યાં ત્યારે માએ પાસે બોલાવી એના હાથમાં મૂઠી વાળીને બક્ષિસ આપી. જોયું તો સોનાની અમુક વસ્તુ ઓ હતી. ભગતે કહ્યું કે ”મા મને આ માયાના મોહમાં શું કામ નાખો છો ?” માએ કહ્યું કે ”સેવા કરવામાં પણ સંપત તો જોઈએ ને ? આ પણ એક બળ છે.” ભગતે કહ્યું કે ”અમારે મન તો બઘું જ તમે જ છો. મારે તો સોનું નહિ પણ સોન જોઈએ.” માએ કહ્યું કે ”સોન એટલે ?” ભગત બોલ્યા ”સોનલ, બીજું શું ?” માએ કહ્યું કે ”તારી વાતો પણ અજબ ગજબની છે. સાવ ચર્યો (પાગલ) લાગે છે.” ભગતે માને કહ્યું કે ”મા હવે રજા અને આશીર્વા દ આપો અને સાથે સાથે વચન પણ આપો કે આપ મારા આશ્રમે પધારશો.” માએ વચન આપ્યુ અને ભગત ત્યાં થી નીકળ્યા . ૫ોતાના ગામ ભાડા આવી અને માતા- પિ તાની સેવા કરી, રજા લઇ અને ગામથી એકાદ કિ લોમીટર દૂર વાડીએ આશ્રમ જેવું મકાન બનાવ્યું અને ત્યાં જ રહેવા લાગ્યા . ત્યા ર પછી મૂંગા માલ- ઢોરની અને માનવોની સેવા કરવા લાગ્યાં . સમય જતાં આઇમાએ કચ્છના પ્રવાસો શરૂ કર્યા . એ રીતે પ્રવાસે નીકળતાં એક વખત આઇમાએ ભાડા જવાની ઇચ્છા વ્યક્ત કરી અને કહ્યું કે ”મારે મારા ભગત પાસે ભાડા જવું છે.”

આમ, ફરી વખત ભગતનું આઇમા સાથેનું મિ લન થયું. મા ભાડા ૫ઘાર્યા . ગામના સૌ ચારણોને બોલાવ્યાં . પ્રવચન કર્ય ું અને તા. ૨૫-૧- ૧૯૫૭ના રોજ આઇમા ભગતની વાડીએ પધાર્યા . ભગતે પોતાના હાથે કૂવામાંથી સીંચી અને પાણી પાયું. ભગતના તરફથી થતી સેવા જોઈને મા ખૂબ રાજી થયાં. ભગત જયાં પૂજાપાઠ કરતાં હતાં ત્યાં એ ઓરડીમાં માએ પધરામણી કરી. ભગતે માની આરતી ઉતારી. ધૂ૫-દી૫ કર્યા . સમગ્ર વાતાવરણ બે દિવ્ય આત્મા ઓના મિ લનથી મહેકતું થઈ ગયું. માએ કહ્યું કે ”ભગત, તમે જે કરો છો એ બહુ સારું કામ કરો છો” આશીર્વા દ આ૫ી અને માએ વિ દાય લીઘી. આજે પણ ભાડા ગામે ભગતની વાડીએ સોનલમાનું મંદિર છે, રામ મંદિર છે, ગાયોની સેવા ચાલુ છે અને શિ વરાજ ભગતની ભક્તિ ઉ૫ાસના ૫ણ ચાલુ છે. કચ્છનાં પ્રતાપી સંત તરીકેની લોકચાહના ચોમેર ફેલાઈ ગયેલ છે. શિ વરાજ ભગત સોનલ માંના આદેશ પ્રમાણે જ પોતાનું જીવન જીવી રહ્યાં છે. ભગતની નેકટેક અને ઉચ્ચ આદર્શો જોઈને ગમે તેને નમવાનું મન થાય એવા મહાન ચારણ આત્મા છે. તેમની સેવા ભાવનાની જેટલી વાતો કરીએ એટલી ઓછી છે.

કચ્છના સાધુ- સંતો અને સેવાભાવી સંસ્થા આશ્રમોની વિ ગતો એકત્ર કરવા જીટીપીએલના મહારથી અને પ્રસિદ્ઘ લોકસાહિ ત્યકાર મંગલ રાઠોડે પણ ભગતજીની વાડીએ જઇ દર્શન કરી અને એમની નોંધ લીધેલ છે. ભગતનો એક માત્ર ઉદ્દેશ માનવસેવા, મૂંગા માલઢોરની સેવા અને મા સોનલની ભક્તિ ઉપાસના છે. આઈ સોનલના આદેશોનું સંપૂર્ણપણે પાલન કરી અને વયોવૃદ્ઘ ઉંમરે પણ ભગત કાર્યરત છે. એટલે જ લોકસાહિ ત્યમાં સાચું જ કહ્યું છે કે રાજા ચારણને વાણિય ો, ત્રીજી નાનકડી નાર, એતા ભક્તિ ન નીપજે, નીપજે તો બેડો પાર આવા મહાન પરમ પાવન સંતશ્રી શિ વરાજ ભગતના ચરણોમાં અમારા વંદન. સાથે વિ નંતી પણ છે કે ભાડા તરફ આવવાનું થાય તો ચારણ સંત શિ વરાજ ભગતના દર્શન કરવા એ આપણા જીવનનો અમૂલ્ય લ્હા વો રહેશે. જય માતાજી.

પૂરકમાહિતી નારણભાઈ ગઢવી અને દિપકભાઈ ગઢવી

Related posts

વિજયની નજરે

સંપાદક

ભારતવર્ષ ચારણ કાવ્યના સંપાદિત પ્રકાશનની પ્રતીક્ષા કરે છે

સંપાદક

સંપાદક ની કલમ થી

સંપાદક

ટિપ્પણી મૂકો