ચારણી સાહિત્યની નોંધ શા માટે નહિ?

વિજયની નજરે

ઢોલ ગઁવાર શુદ્ર પશુ નારી, સકલ તાડન કે અધિકારી.

આ ચોપાઈ બાબાએ સમુદ્રના મુખેથી બોલાવેલ છે. વિતંડાવાદી વિદ્વાનો આ ચોપાઈ ઉપર ચર્ચા કરીને સમયનો વ્યય કરતા હોય છે, કદાચ કોઈ વ્યક્તિને ખ્યાલ આવે કે આપણને તુલસીકૃત રામાયણમાં રૂચિ છે એટલે ઉપરની ચોપાઈની ચર્ચા શરૂ કરી દે. ગુરુ કૃપાથી અમારી સમજણ મુજબ “સુંદરકાંડ” માં ઉપરની ચોપાઈ પહેલા ચોથી ચોપાઈ…. ‘ગગન સમીર અનલ જલ ધરની, ઇન્હ કઈ નાથ સહજ જડ કરની’ સમુદ્ર ભગવાન શ્રીરામને વિનંતી કરે છે કે આ પાંચ તત્ત્વો તો કુદરતી રીતે જ જડ છે. સમુદ્રએ મનમાં વિચાર્યું હશે કે જડ કરની વાળી ચોપાઈ આ તપસ્વીઓ કદાચ સમજી શક્યા નહિ હોય. એટલે સરળ રીતે સમજી શકે એ માટે ઉપરની ચોપાઈ.. ઢોલ ગઁવાર.. બાબાએ સમુદ્રના મુખેથી બનાવેલ છે. ગુરુકૃપાથી અમને જે સમજાણું એમાં વાચક વર્ગ કદાચ સહમત ન પણ હોઈ શકે, પણ આ અમારી ભાવના છે.

ગગન.. આકાશ, ચૌદાકાશ, વ્યોમ, ઘટાકાશ, શૂંન્યાવકાશ, ખાલીપણું વગેરે કહી શકાય.

ગગન, પવન, વાયુ.. અનલ.. અગ્નિ, જલ.. પાણી, નીર, ધરતી, પૃથ્વી, વસુંધરા. બાબાએ અહિ પાંચ તત્વો માટે પાંચ રૂપક આપેલાં છે.

ગગન ને ઢોલનું રૂપક આપેલ છે કેમ કે ઢોલ અંદરથી પોલો હોય, અહીં બાબાએ ઘટાકાશની વાત કરીને ઢોલનું રૂપક આપેલ છે. ઢોલને વગાડવો હોય તો દાંડી મારો તોજ વાગે અથવા ધ્વનિ ઉત્પન્ન થાય ઢોલની સામે બેસીને પૂજા કરો, ફુલ ચઢાવો, ચંદન કરો, મંત્ર બોલો તો પણ ઢોલને કોઈ અસર થાય નહિ. દાંડી મારો તો જ ઢોલ વાગે. અહીં તાડન એ એનો અધિકાર છે માટે બાબાએ ગગનને ઢોલનું રૂપક આપેલ છે.

સમીરને ગઁવારનું રૂપક આપેલ છે. આપણે ત્યાં માણસ માટે પણ આ શબ્દનો મહાવરો છે કે જેના ઉપર તમે કોઈ મદારના રાખી શકો, એને મનમોજી પણ કહી શકાય, એ ધીમેય ચાલે, ઉતાવળેય ચાલે, ગંધ સુગંધને સમજ્યા વગર ચાલ્યો જાય અને ઉભો પણ રહી જાય.. એજ રીતે પવનનું પણ કાઈક એવું જ છે, માટે ચોપાઈ ને સરળ બનાવવા માટે ગઁવારનું રૂપક આપેલ છે, અહીં તાડનનો અર્થપ્રેમથી ઠપકો આપવો, થોડો ગુસ્સો કરીને સમજાવવો.

અનલને શુદ્રનું રૂપક આપેલ છે. અહીં બાબા ચાર વર્ણની વાત નથી કરતાં પણ મનોવૃત્તિની વાત કરે છે. જે રીતે સ્વામી વિવેકાનંદજીએ બ્રાહ્મણ વિશે પોતાની વ્યાખ્યા આપેલ છે, એ રીતે અમારી સમજ મુજબ જે વ્યક્તિ નાની નાની બાબતોમાં ક્રોધાગ્નિ રૂપ ધારણ કરે, વિચાર્યા વગર પગલાં ભરે અને પસ્તાય, સમાજ ને જરૂર વગર આડખીલીરૂપ થાય, માન માભો અને વટ પાડવાની મનોવૃત્તિ અને શુદ્રવૃત્તિવાળો માનવી કહી શકાય એટલા માટે બાબાએ અનલ ને શુદ્ર નું રૂપક આપેલ હશે. અહીં તાડન નો અર્થ સમજણ આપવી એવો કહી શકાય.

જલને પશુનું રૂપક આપેલ છે બાબા એવું કહેવા માંગે છે કે પશુ ઉપર ગંગાજળનો અભિષેક કરો, એના ઉપર કચરા કે કાદવ કોઈની અસર થતી નથી. એજ રીતે પાણીમાં રંગ કાદવ કે સુગંધ ભેળવો પાણીને કોઈ ફેર પડતો નથી. પશુને બાંધવું પડે, નહિતર રંજાડ કરે. એને પળોટવું પડે, તોજ માનવીને સહાય રૂપ થાય. એ જ રીતે જલ જીવન આપે અને પુરરૂપી જલ જીવન છીન્નભિન પણ કરી નાખે પણ બાંધ રૂપી બંધાય તો જીવન આપે. માટે પાણી અને પશુને બાંધવા હિતાવહ છે. અહીં તાડનનો અર્થડચકારો જરૂરી છે.

ધરતીને નારીનું રૂપક આપેલ છે. બાબા સપનામાં પણ નારી વિશે, જે આજના વિતંડાવાદીઓ ચર્ચા કરે છે એવું ક્યારેય પણ વિચારે નહિ, પૃથ્વી જેટલી સહનસીલતા અને ધીરજ, સ્ત્રી તત્ત્વ સિવાય કોઈનામાં નથી, ધરતી ને ખેડવા રૂપી તાડન કરો છતાં વિશ્વનું ભરણપોષણ કરે છે માટે ”નારી તુ જ નારાયણી” છે. મા ભગવતી પાર્વતીજીને અને સીતામૈયાને સાસરે વળાવતા સમયે શીખામણ આપી છે. ”નારી ધરમ પતિદેવના દુજા” ભગવતીઓને શીખામણ આપવી શું જરૂર છે? છતાં એ હકીકત છે. અહીં તાડનનો અર્થ શીખામણ કહી શકાય.

આ બહુ ચર્ચાયેલ ચોપાઈ ઉપર આ અમારૂં ગુરુકૃપાએ દર્શન છે, બની શકે વાચક વર્ગ સહમત ન પણ હોય એ એનું નિજ દર્શન છે. અમે તો એક વાતની ગાંઠ વાળી છે કે સૌને પોતપોતાનો રામ છે. ગુરુકૃપાએ આટલું સમજાણું.

જય સીયારામ. જય માતાજી.

Related posts

સંપાદક ની કલમ થી

સંપાદક

ચારણી સાહિત્યની નોંધ શા માટે નહિ?

સંપાદક

ભારતવર્ષ ચારણ કાવ્યના સંપાદિત પ્રકાશનની પ્રતીક્ષા કરે છે

સંપાદક

ટિપ્પણી મૂકો