ચરજ નેટવર્ક વિશે

સંપાદક

ભાવિ ચારણ એજ્યુકેશન ટ્રસ્ટ છેલ્લા ૧૩વર્ષથી ચારણ સમાજમાં શિક્ષણક્ષેત્રે પ્રવૃત છે.’ચરજ નેટવર્ક’ એ ભાવિ ચારણ એજ્યુકેશન ટ્રસ્ટ (સરકાર માન્ય પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટ,રજી,નં: ઈ/૧૮૫૪૧/અમદાવાદ ,80G સર્ટીફીકેટ નંબર AABTB8028C/211/15-16/T-617/80G(5) Date:18/01/2016) હેઠળ પ્રવૃત પ્રગતિશીલ ચારણ -ગઢવી સમાજનું એક નેટવર્ક છે.જેનો મુખ્ય હેતુ સમગ્ર ચારણ ગઢવી સમાજની અસ્મિતા,પ્રગતિશીલ પ્રતિભા અને પ્રગતિશીલ સામાજિક કાર્યોને ઓળખવાનો અને પોંખવાનો છે.

ચારણી -લોક સાહિત્ય, કળા, ઉદ્યોગ, વ્યવસાય, શિક્ષણ, રાજકારણ, સામાજિક સેવા, પત્રકારત્વ -મીડિયા, ફિલ્મ, સંશોધન -લેખન, મેડીકલ અને સિવિલ સર્વિસના ક્ષેત્રોમાં નોંધપાત્ર કાર્ય કરી ને સમાજને પ્રતિષ્ઠા અપાવનાર સક્ષમ ચારણ -ગઢવી ભાઈ -બહેનોની એક ઓળખ પ્રસ્થાપિત થાય, આ નેટવર્કનાં નેજા હેઠળ આવા પ્રગતિશીલ ચારણ -ગઢવી ભાઈ -બહેનો સંગઠિત થાય, સમાજ ને પ્રગતિશીલ બનાવવામાં સહયોગ કરે, અને એમના અનુભવ અને જ્ઞાનનો લાભ આપણા યુવાન ચારણ -ગઢવી ભાઈ -બહેનો ને પણ મળે એવા પ્રયાસો નું ‘ ચરજ નેટવર્ક ‘ એક પ્લેટફોર્મ છે.

આ ઉપરાંત આપણી ચારણી અસ્મિતા,સંસ્કૃતિ, સાહિત્ય અને સંસ્કારને ઉજાગર કરનાર આપણી આઈ પરંપરા, ચારણ સંતો, ચારણ શૌર્ય, ચારણી સાહિત્યકારો –સર્જકો અને સામાજિક ક્ષેત્રે પ્રગતિશીલ ચારણોના જીવન અને કવનનું ડોક્યુંમેન્ટેશન, ડીઝીટાઇઝેશન, એમના વિશેની ઈ -બુક્સ, વિડીયો ફિલ્મ, ઓડિયો આર્ક્વાઈઝ, કોફી ટેબલ બુક્સ, ઓડિયો -સીડી -ડીવીડીનું પ્રકાશન, પ્રચાર અને પ્રસાર કાર્ય પણ પ્રમુખ અગત્યતા છે. જાણીતા ચારણી સાહિત્યકારો, યુવા કલાકારો, સંશોધકો, લેખકો -કવિઓના પુસ્તકોનું નવ સંસ્કરણ અને ઈલેક્ટ્રોનિક મીડિયા દ્વારા એનું ડોક્યુમેન્ટેશન કરીને “ચારણી અસ્મિતા,સંસ્કૃતિ, સાહિત્ય અને સંસ્કાર ‘ નું એક રિસોર્સ સેન્ટર બનાવાની પણ નેમ છે.

ચરજ નેટવર્કના આ ત્રણ વર્ષના આયોજનને અસરકારક અને સાર્થક બનાવવા માટે તમારો સનિષ્ઠ સહયોગ, તમારું કોશલ્ય, તમારું જ્ઞાન, તમારી સર્જનાત્મકતા, તમારા પ્રગતિશીલ વિચારો, તમારી સક્રિય ભાગીદારી, તમારી સમજણ અને તમારા સમયની ‘ચરજ નેટવર્ક (ભાવિ ચારણ એજ્યુકેશન ટ્રસ્ટ)’ ને વધારે જરૂર છે. તમે કોઈપણ રીતે સમાજના આ પ્રગતિશીલ કાર્યમાં ઉપયોગી થવા માંગતા હો તો અમારો સંપર્ક કરવા વિનંતી. આપનું સ્વાગત છે.

ઉપરોક્ત કોઈ પણ સહાયતા માટે, અમારો સંપર્ક કરો

ચરજ નેટવર્ક કોર કમિટી મેમ્બર :

Shree Vijaydan Gadhvi - Core Team Member, Charaj Network Magazine

શ્રી વિજયદાન ગઢવી – નૈરોબી, કેન્યા
સંપર્ક – +91 9825051254
વોટ્સએપ – +254 733523301
ઇમેઇલ – vijaygadhviexports@gmail.com

Shree Dinesh Maval - Core Team Member, Charaj Network Magazine

શ્રી દિનેશ માવલ – જામનગર
સંપર્ક – +91 9586762252

Shree Ghanshyam Gadhvi - Core Team Member, Charaj Network Magazine

શ્રી ઘનશ્યામ ગઢવી – અમદાવાદ
સંપર્ક – +91 9426173789

Shree Ishubhai Gadhvi - Core Team Member, Charaj Network Magazine

શ્રી ઈશુભાઈ ગઢવી
સંપર્ક – +91 98259 61270

Shree Bharatdan Gadhvi - Core Team Member, Charaj Network Magazine

શ્રી ભરતદાન ગઢવી – સિડની, ઓસ્ટ્રેલિયા
સંપર્ક – +61 430 567 855
ઇમેઇલ – psi_bbgadhavi@yahoo.co.in

Shree Dilip Silga - Core Team Member, Charaj Network Magazine

શ્રી દિલીપ સીલ્ગા – અમદાવાદ
સંપર્ક – +91 9825005224
ઇમેઇલ – dilipsilga@gmail.com

Shree Harsha Gadhvi - Core Team Member, Charaj Network Magazine

ડો. હર્ષા ગઢવી – આણંદ
ઇમેઇલ – harsha.gadhavi@gmail.com

Shree Nehal Gadhvi - Core Team Member, Charaj Network Magazine

શ્રી નેહલ ગઢવી – અમદાવાદ
ઇમેઇલ – nehalgadhavi101@gmail.com

Shree Momayabhai Gadhvi - Core Team Member, Charaj Network Magazine

શ્રી મોમાયાભાઇ ગઢવી
સંપર્ક – +6356 755777

Shree Vipul Gadhvi - Core Team Member, Charaj Network Magazine

શ્રી વિપુલ ગઢવી – કચ્છ
સંપર્ક – +91 9687700708
ઇમેઇલ – vipul.gadhvi2017@gmail.com

Shree Bhagatdan Gadhvi - Core Team Member, Charaj Network Magazine

શ્રી ભગવતદાન ગઢવી – શંખેશ્વર
સંપર્ક – +91 9909239668
ઇમેઇલ – bhagvatdangadhavi76@gmail.com

Shree Devrajbhai Gadhvi - Core Team Member, Charaj Network Magazine

શ્રી દેવરાજભાઈ ગઢવી

Shree Ranjit Gadhvi - Core Team Member, Charaj Network Magazine

શ્રી રણજિત ગઢવી – અમદાવાદ
સંપર્ક – +91 9825544201
ઇમેઇલ – charajnetwork@gmail.com

ચરજ મેગેઝીન વિશેની જાણવાલાયક જરૂરી માહિતી :

૧) જનરલ પ્રશ્નો:

ચરજ મેગેઝીન શું છે ?

ચરજ નેટવર્ક મેગેઝીન એ પ્રગતિશીલ ચારણ -ગઢવી સમાજનું મેગેઝીન છે.જેનો મુખ્ય હેતુ આઈ માં શ્રી સોનલમાં નાં પ્રગતિશીલ વિચારો આપણા સમાજનાં દરેક ચારણ સુધી પહોંચાડવાનો અને આપણી ચારણી અસ્મિતા,સંસ્કૃતિ ,સંસ્કાર અને સાહિત્યને ઉજાગર કરવાનો છે. આ ઉપરાંત આપણા ચારણ ગઢવી સમાજની પ્રગતિશીલ પ્રતિભા અને પ્રગતિશીલ સામાજિક કાર્યોને ઓળખવાનો અને પોંખવાનો છે. આમ ચરજ મેગેઝીન એ  સમગ્ર ચારણ સમાજને જોડતું એક સબળ,સક્ષમ અને અસરકારક માધ્યમ છે.

ચરજ મેગેઝીનની વાંચન સામગ્રી કેવી છે ?

ચરજ મેગેઝીનમાં આપણી આઈ પરંપરા ,ચારણોનો સાચો ઇતિહાસ,અસ્મિતા, સંસ્કૃતિ, ચારણોનો સંઘર્ષ ,શૌર્ય અને બલિદાનની આધારભૂત માહિતી અને લેખો પ્રકાશિત કરવામાં આવે છે. ચારણી સાહિત્ય અને સર્જકોનો રસપ્રદ શૈલીમાં પરિચય કરાવામાં આવે છે. ચરજ મેગેઝીન એ ચારણ સમાજની પ્રગતિ અને પ્રશ્નો અંગેના સામાજિક સંવાદ માટેનું અસરકારક માધ્યમ છે. ચારણોનું પોતાનું સાહિત્ય ,સર્જન અને અભિવ્યક્તિનું ઉત્તમ પ્લેટફોર્મ છે.

ચરજ નેટવર્ક મેગેઝીન સમગ્ર ચારણ સમાજને એક પ્લેટફોર્મ હેઠળ જોડવાનું અભિયાન છે.ચારણ -ગઢવી સમાજમાં અનેક જુદા જુદા સામાજિક સંગઠનો સામાજિક અને શેક્ષણીક ક્ષેત્રે કાર્યરત છે. આવા સામાજિક સંગઠનનો અને એમના  સામાજિક કાર્યોની જાણકારી ચરજ નેટવર્ક મેગેઝીન દ્વારા સમાજના દરેક ભાઈ -બહેન સુધી પહોંચે, આપણા સામાજિક સંગઠનો વધારે વ્યાપક અને વિસ્તૃત બને તથા આવા નાના મોટા સંગઠનોને વધારે સક્ષમ અને મુલ્યવર્ધક બનાવવા માટે  તમામ પ્રકારનો સહયોગ આપવા માટે’ચરજ નેટવર્ક મેગેઝીન ‘ હંમેશા તત્પર છે.આ માટે ચરજ નેટવર્ક મેગેઝીન’માં ચારણ સમાજનાં જુદા જુદા સંગઠનોને સહયોગી સંસ્થા તરીકે જોડવામાં આવે છે અને આવા સંગઠનોની પ્રવૃત્તિનાં સમાચાર મેગેઝીનમાં અને વેબ પોર્ટલ દ્વારા  પ્રસિદ્ધ કરવામાં આવે છે.

ચરજ મેગેઝીનની મુખ્ય ખાસીયત શું છે ?

ઉત્કૃષ્ટ લેખો + માહિતી + આકર્ષક ડીઝાઈન + કલર ફોટો અને ગ્રાફિક્સ + મલ્ટીકલર પ્રિન્ટીંગ +કુલ પાનાં ૪૪ + ત્રિ-માસિક + દર વર્ષના જાન્યુઆરી , એપ્રિલ, જુલાઈ, ઓક્ટોબર મહિનામા પ્રકાશિત + વર્ષ નાં કુલ ૪ ઇસ્યુ + ૩ વર્ષના કુલ ૧૨ અંકો.

ચરજ મેગેઝીનમાં લેખ કે પ્રતિભાવ મોકલવા માટે શું કરવાનું ?

ચરજ મેગેઝીનમાં તમે તમારો લેખ, તમારા પ્રગતિશીલ વિચારો, તમારું સર્જન કે પ્રતિભાવ તમારા પુરા નામ સરનામાં સાથે  charajnetwork@gmail.com પર ઈમેઈલ દ્વારા પણ  મોકલી શકો છો. અથવા ચરજ મેગેઝીનની સૌરાષ્ટ્ર ઝોનલ ઓફિસે તમે પોસ્ટ પણ કરી શકો છો.

સરનામું : ચરજ  નેટવર્ક મેગેઝીન, શ્રી દિનેશ માવલ, (મુખ્ય સંપાદક ચરજ મેગેઝીન) C/o કશ્યપ ટેકનોગ્રાફિક્સ, ૧૨૦ સિટી આર્કેડ, ડીએસપી બંગલો પાસે, જામનગર -૩૬૧૦૦૧ (મો) ૯૫૮૬૭ ૬૨૨૫૨.

ચરજ મેગેઝીનમાં હું અવારનવાર મારા વિચારો,મારી કૃતિ અને લેખ મોકલું છું પણ છપાતા કેમ નથી ?

ચરજ મેગેઝીનમાં આવતી વાચન સામગ્રીની  ગુણવત્તા જળવાઈ રહે એ માટે અમુક વ્યવસ્થા બનાવામાં આવી છે .ચરજ મેગેઝીનનું એક સંપાદકીય મંડળ છે, જે ચરજ મેગેઝીનમાં શું છાપવું  અને શું ન છાપવું એ નક્કી કરે છે. આ સંપાદકીય મંડળમાં આપણા ચારણ સમાજનાં અનુભવી સંપાદકો –લેખકો –સંશોધકો અને વિચારકો છે. આ ઉપરાંત ચરજ મેગેઝીન માટે એક ગાઈડલાઈન બનાવામાં આવી છે. એ ગાઈડલાઈન અનુસારનું  વિષયવસ્તુ જ ચરજ મેગેઝીનમાં છપાય છે. આવું અમે એટલા માટે કર્યું છે કે તમને ઉત્તમ અને ગુણવત્તાસભર વાચનસામગ્રી વાંચવા મળે. તમે મોકલેલી કૃતિ/વિચાર કે લેખ ઉત્તમ અને ગાઈડલાઈન પ્રમાણે યોગ્ય હશે તો ચરજ મેગેઝીનમાં અચૂક છપાશે જ.

૨) ચરજ મેગેઝીનનાં લવાજમ અંગે:

ચરજ મેગેઝીન મેળવવા માટે શું કરવું ?

ચરજ મેગેઝીન મેળવવા માટે તમે અમારા પ્રતિનિધિ કે કો ઓરડીનેટરનો સંપર્ક કરીને લવાજમ ભરી શકો છો. અથવા ભાવિ ચારણ એજ્યુકેશન ટ્રસ્ટનાં બેંક એકાઉન્ટમા ડાયરેક્ટ ચેક કે કેશ જમા કરાવીને મેગેઝીન મેળવી શકો છો. ચરજ મેગેઝીનનું ત્રણ વર્ષનું લવાજમ રૂપિયા ૮૫૦/- (ભારત) અને ૫૦$ (વિદેશ) છે. ચરજ મેગેઝીન ત્રિ માસિક છે ,ત્રણ વર્ષમાં કુલ ૧૨ અંકો પ્રકાશિત કરવામાં આવે છે.

આ ઉપરાંત તમે જો માત્ર ઈ –મેગેઝીન મેળવવા માંગતા હો ,તો અમારી વેબસાઈટ www.charajnetwork.com પર માત્ર રૂ. ૧૦૦/- (અંકે રૂપિયા સો) ભરીને ચરજ મેગેઝીનની ડીજીટલ કોપી  મેળવી શકો છો.

ચરજ મેગેઝીન માટેનું લવાજમ કે એડવર્ટાઈઝની રકમ જમા કરાવવા માટે શું કરવું ?

ચરજ મેગેઝીન માટેનું લવાજમ કે એડવર્ટાઈઝ કે અનુદાનની રકમ જમા કરાવવા માટે તમે ડાયરેક્ટ બેંક એકાઉન્ટમાં રકમ જમા કરાવી શકો છો. પે ટીએમ દ્વારા પણ મોકલી શકો છો. તમારી નજીકનાં ચરજ નેટવર્કનાં પ્રતિનિધિ નો સંપર્ક કરી શકો છો,અથવા ચરજ મેગેઝીનનાં કોર મેમ્બર નો સંપર્ક કરી શકો છો.

  1. શ્રી વિજય ગઢવી (મો) ૯૮૨૫૦ ૫૧૨૫૪
  2. શ્રી દિનેશ માવલ (મો) ૯૫૮૬૭ ૬૨૨૫૨
  3. શ્રી રણજિત ગઢવી (મો) ૯૪૨૮૪ ૧૨૫૫૫

ચરજ મેગેઝીનનું લવાજમ કે અન્ય સહયોગ રાશી જમા કરાવવા માટેની બેંક અકાઉન્ટની માહિતી શું છે ?

ચરજ મેગેઝીનનું લવાજમ કે અન્ય સહયોગ રાશી  બેંકમાં ઓનલાઈન/ ચેક /કે કેશ દ્વારા પણ રકમ જમા કરાવી શકો છો . જેની વિગતો આ પ્રમાણે છે .

નામ : ભાવિ ચારણ એજ્યુકેશન ટ્રસ્ટ, બેંકનું નામ : સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, મેમનગર શાખા, અમદાવાદ

એકાઉન્ટ નંબર : A/C No.347 334 75 76 4,  IFSC NO : SBIN0007823, MICRO : 380002060.

બેંકમાં રકમ જમાં કરાવ્યા પછી ચરજ નેટવર્કને જાણ કેવી રીતે કરવાની ?

ઓનલાઈન કે બેંકમાં રકમ ડીપોઝીટ કરાવીને, રકમ જમાં કરાવ્યાનું પ્રૂફ, રકમ જમાં કરાવ્યાનો હેતુ અને તમારું પૂરું એડ્રેસ, ચરજ મેગેઝીનનાં કોર ટીમ મેમ્બર્સ શ્રી વિજય ગઢવી (મો) ૯૮૨૫૦ ૫૧૨૫૪ , શ્રી દિનેશ માવલ (મો) ૯૫૮૬૭ ૬૨૨૫૨ અને રણજિત ગઢવી (મો) ૯૪૨૮૪ ૧૨૫૫૫ માંથી કોઈપણ એકને વોટ્સઅપ અપ પર મોકલવા વિનંતિ.અમે  તરત જ તમારો ફોનથી સંપર્ક કરીશું  અને તમને વોટ્સઅપ દ્વારા નાણા મળ્યાની રિસિપ્ટ પણ મોકલી આપીશું.

શું ચરજ મેગેઝીનનું લવાજમ પે-ટીએમ દ્વારા ભરી શકાય ?

ચોક્કસ ભરી શકાય, તમે ચરજ નેટવર્કના ઓફિસિયલ ફોન નંબર 94284 12555 પર પે-ટીએમ દ્વારા લવાજમ ભરી શકો છો. પે –ટીમ દ્વારા લવાજમ ભરીને ,આપનું સંપૂર્ણ એડ્રેસ ,પીન કોડ અને ફોન નંબર સાથે, રણજિત ગઢવી, ચરજ નેટવર્ક  (મો) ૯૪૨૮૪ ૧૨૫૫૫ પર વોટ્સ અપ કરવા વિનંતિ. અમે આપનો તરત જ સંપર્ક કરીને,આપને વોટ્સઅપ પર લવાજમની રિસિપ્ટ મોકલી આપીશું.

ચરજ નેટવર્ક એ રજીસ્ટર છે ?

ચરજ નેટવર્ક એ ભાવિ ચારણ એજ્યુકેશન ટ્રસ્ટનાં નેજા હેઠળ કાર્યરત છે. શ્રી વિજયભાઈ ગઢવી (કેન્યા –નૈરોબી) દ્વારા સ્થાપિત અને છેલ્લા ૧૩વર્ષથી ચારણ સમાજમાં શિક્ષણક્ષેત્રે પ્રવૃત ભાવિ ચારણ એજ્યુકેશન ટ્રસ્ટ (સરકાર માન્ય પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટ,રજી,નં: ઈ/૧૮૫૪૧/અમદાવાદ,80G સર્ટીફીકેટ નંબર AABTB8028C/211/15-16/T-617/80G(5) Date:18/01/2016) સરકાર માન્ય રજીસ્ટર સંસ્થા છે .આ ટ્રસ્ટનાં નેજા  હેઠળ ચરજ નેટવર્કની તમામ પ્રવૃત્તિ ચલાવામાં આવે છે.ચરજ નેટવર્કને મળતા લવાજમ, દાન કે અનુદાનની રકમ ‘ભાવિ ચારણ એજ્યુકેશન ટ્રસ્ટ’નાં બેંક ખાતામાં જમા થાય છે.અને એનું સરકાર માન્ય ઓડીટર દ્વારા ઓડીટ કરવામાં આવે છે.

લવાજમ ભરનારને ચરજ મેગેઝીન કેવી રીતે મોકલવામાં આવે છે ?

જ્યાં કુરિયરની સુવિધા છે ત્યાં કુરિયર દ્વારા અને જ્યાં કુરિયરની સુવિધા નથી ત્યાં પોસ્ટ દ્વારા મેગેઝીન મોકલવામાં આવે છે.લવાજમ ભરનાર દરેકને મધુર કુરિયર જામનગરનાં સૌજન્ય અને સહયોગથી ચરજ મેગેઝીન મોકલવામાં આવે છે. જો તમને મેગેઝીન મોડું મળતું હોય/કે લવાજમ ભરવા છતાં ન મળતું હોય તો તમે તમારા લવાજમની રિસિપ્ટ નંબર સાથે ,ચરજ મેગેઝીનના મુખ્ય સંપાદકશ્રીનો તરત જ  સંપર્ક કરીને અમને જાણ કરો, અમે તરત જ તમને મેગેઝીન મળે તેવી વ્યવસ્થા કરીશું.

ચરજ નેટવર્ક મેગેઝીનની મુખ્ય પ્રવૃતિઓ શું છે ?

ચરજ નેટવર્કની મુખ્ય ચાર પ્રવૃત્તિ છે.

  1. મેગેઝીન પ્રકાશન : સમગ્ર ચારણ સમાજને જોડતું અને ચારણી અસ્મિતા,સંસ્કૃતિ, સંસ્કાર અને સાહિત્યને ઉજાગર કરતા  ત્રિમાસિક ચરજ મેગેઝીનનાં ત્રણ વર્ષ દરમ્યાન (૨૦૨૦-૨૦૨૨) કુલ ૧૨ અંકો પ્રકાશિત કરવા.
  2. પુસ્તક પ્રકાશન : આવતા વર્ષોમાં ચારણી અસ્મિતા,સંસ્કૃતિ, સાહિત્ય અને સંસ્કારનો જ્ઞાન કોશ –એનસાયકલોપીડિયા એવા પાંચ પુસ્તકો પ્રકાશિત કરવા.આ પાંચ પુસ્તકો નો સંપુટ આ પ્રમાણે હશે :
    • ચારણ શક્તિ વંદના : ચારણ આઈ પરંપરાનો સમગ્ર ઈતિહાસ અને દર્શન
    • ચારણ સંત વંદના : ચારણ સંતોનો સમગ્ર ઈતિહાસ અને દર્શન
    • ચારણ શૌર્ય વંદના : ચારણ ક્રાંતિકારીઓની ઓળખ –ઈતિહાસ – ચારણોના શૌર્ય અને બલિદાનની ગાથા
    • ચારણ સર્જક વંદના :  સમગ્ર ચારણકવિઓ –સર્જકોનો પરિચય અને પ્રદાન
    • ચારણ સંસ્કાર વંદના : સામાજિક ક્ષેત્રની ચારણ પ્રતિભાઓ, સંગઠનોનો પરિચય અને એમનું સામાજિક પ્રદાન.
  3. સાહિત્યિક કાર્યક્રમો : ચારણી અસ્મિતા પર્વનું આયોજન કરવું,આ ચારણી અસ્મિતા પર્વ દર વર્ષે ગુજરાતના જુદા જુદા જીલ્લાઓ જેવા કે અમદાવાદ,જામનગર ,રાજકોટ અને કચ્છમાં યોજવાનું આયોજન છે.
  4. રિસોર્સ સેન્ટર: આપણી ચારણી અસ્મિતા,સંસ્કૃતિ ,સાહિત્ય અને સંસ્કારને ઉજાગર કરનાર આપણી આઈ પરંપરા, ચારણ સંતો, ચારણ શૌર્ય, ચારણી સાહિત્યકારો –સર્જકો અને સામાજિક ક્ષેત્રે પ્રગતિશીલ ચારણોના જીવન અને કવનનું ડોક્યુંમેન્ટેશન, ડીઝીટાઇઝેશન, એમના વિશેની  ઈ -બુક્સ, વિડીયો ફિલ્મ, ઓડિયો આર્ક્વાઈઝ, કોફી ટેબલ બુક્સ, ઓડિયો -સીડી –ડીવીડી નું પ્રકાશન, પ્રચાર અને પ્રસાર કાર્ય પણ પ્રમુખ અગત્યતા છે. જાણીતા ચારણી સાહિત્યકારો, યુવા કલાકારો, સંશોધકો, લેખકો -કવિઓના પુસ્તકોનું નવ સંસ્કરણ અને ઈલેક્ટ્રોનિક મીડિયા દ્વારા એનું ડોક્યુમેન્ટેશન કરીને “ચારણી અસ્મિતા, સંસ્કૃતિ, સાહિત્ય અને સંસ્કાર’ નું એક રિસોર્સ સેન્ટર બનાવાની પણ નેમ છે.

3) ચરજ મેગેઝિન માટે આપનો સહયોગ:

એક પ્રગતિશીલ અને જાગૃત ચારણ તરીકે હું ચરજ મેગેઝીનને શું સહયોગ આપી શકું ?

એક પ્રગતિશીલ ચારણ તરીકે ચરજ નેટવર્ક મેગેઝીનનું ત્રણ વર્ષનું લવાજમ રૂપિયા  850/- ભરો –(વિદેશમાં 50 $ ) તમારા મિત્રો અને કુટુંબીઓને ચરજ નેટવર્ક મેગેઝીનનું લવાજમ ભરવા પ્રોત્સાહિત કરો.

ચારણ ઉદ્યોગપતિ/બિઝનેસમેન/વ્યવસાયિક/કોર્પોરેટ કે સરકારી નોકરી કરતા ચારણો ચરજ મેગેઝીનને કેવી રીતે સહયોગ કરી શકે ?

તમે ચરજ નેટવર્ક મેગેઝીનમાં પેઈજ સ્પોન્સર્સ /ટાઈટલ સ્પોન્સર્સ/એડવર્ડટાઈઝ સ્પોન્સર્સ કે ચારણી અસ્મિતા ગ્રંથના સ્પોન્સર્સ બનીને અમારા આ કાર્યમાં સહયોગી બની શકો છો.ચારણી અસ્મિતા, સંસ્કૃતિ,સાહિત્ય અને સંસ્કારના આ કાર્યમાં તમારો આવો સહયોગ અમુલ્ય ગણાશે અને અમારું બળ બની રહેશે.

સમાજ માટે કશું અર્થપૂર્ણ કાર્ય કરવાની ઇચ્છા ધરાવતા યુવા ચારણ ચરજ મેગેઝીનમાં કેવી રીતે જોડાઈ શકે ?

જો તમે યુવા ચારણ ભાઈ –બહેન હો તો  તમે‘ચરજ નેટવર્ક પ્રતિનિધિ’ તરીકે જોડાઈ શકો છો. તમારા અભ્યાસ કે વ્યવસાય પછીના વધારાના સમયમાં ચરજ નેટવર્કના પ્રતિનિધિ તરીકે જોડાઈને તમારા ગામ,તાલુકા કે જિલ્લામાં વસતા ચારણોના ઘરે ઘરે ચરજ મેગેઝીન અને અસ્મિતા ગ્રંથના પુસ્તકોને પહોંચાડવામાં તમે મહત્વની કડી બની શકો છો.તમે અમારા જુદા જુદા કાર્યક્રમોમાં વોલેન્ટર તરીકે સેવા આપી શકો છો.ચારણી અસ્મિતા,સંસ્કૃતિ,સાહિત્ય અને સંસ્કારના આ ભગીરથ કાર્યમાં તમારું પ્રતિનિધિ તરીકેનું યોગદાન સમગ્ર સમાજ માટે બહુ મોટું અને મહત્વનું ગણાશે.

એક લેખક /કવિ/સાહિત્યકાર/કલાકાર/પત્રકાર કે સમાજ ચિંતક તરીકે ચરજ મેગેઝીનને હું કેવી રીતે સહયોગ કરી શકું ?

તમે તમારા લેખો ,કૃતિ,રચના,અનુભવો,પ્રતિભાવો અને પ્રગતિશીલ વિચારો અમને લખીને મોકલતા રહો. તમારી સર્જનાત્મક અભિવ્યક્તિ અને પ્રગતિશીલ વિચારોને અમે ચરજ નેટવર્ક મેગેઝીનમાં ચોક્કસ સ્થાન આપીશું .આ ઉપરાંત ચારણી સાહિત્યની જૂની કૃતિ, હસ્તપ્રત, દુર્લભ ફોટોગ્રાફ્સ, ચિત્રો કે પુસ્તકો જો તમારી પાસે હોય તો અમને ચોક્કસ જણાવો. અમે એને ચરજ નેટવર્કના  ડીજીટલ આર્ક્વાઈઝમાં  સ્થાન આપી ને, આપને યોગ્ય ક્રેડીટ આપીશું. ચારણી અસ્મિતા, સંસ્કૃતિ, સાહિત્ય અને સંસ્કાર સંવર્ધનના આ કાર્યમાં તમારું યોગદાન બહુમુલ્ય બની રહેશે.

જિલ્લા કે તાલુકાનાં એક્ટિવ ચારણ સંગઠનો ચરજ મેગેઝીનને શું સહયોગ આપી શકે ?

તમારા સક્રિય ચારણ સંગઠનને ચરજ નેટવર્કની સહયોગી સંસ્થા બનાવો, સંગઠનના સભ્યોને ચરજ નેટવર્ક મેગેઝીનના લવાજમ માટે પ્રોત્સાહિત કરો.અમે તમારા ચારણ સંગઠનની પ્રવૃત્તિ –સમાચાર અને સકસેસ સ્ટોરી માટે ચરજ મેગેઝીનમાં એક જુદું પેઈજ ફાળવીશું ,તમારા સંગઠનની પ્રવૃત્તિ અને સમાચારની ફોટો સ્ટોરીને મેગેઝીન.સોશિયલ મીડિયા /વેબ સાઈટમાં પ્રકાશિત કરીને દરેક ચારણ સુધી પહોંચાડવા માટે પ્રય્તન કરીશું.

ચરજ નેટવર્ક મેગેઝીનની પ્રવૃત્તિઓ અને કાર્યક્રમોમાં માં કેવી રીતે જોડાઈ શકાય ?

ચારણી અસ્મિતા ,સંસ્કૃતિ અને સાહિત્યમાં રસ ધરાવનાર કોઈપણ  ભાઈ –બહેન ચરજ નેટવર્કમાં જોડાઈ શકે .ચરજ નેટવર્કમાં જોડાવાની કોઇ જ ફી રાખવામાં આવી નથી.બસ તમે ચરજ નેટવર્ક મેગેઝીનનું લવાજમ ભરો અને ચરજ નેટવર્ક આયોજિત કાર્યક્રમોમાં ભાગ લો  અને ચરજ નેટવર્કની પ્રવૃતિમાં જોડાવ.

અમારા આ કાર્યમાં  તમારો સનિષ્ઠ સહયોગ, તમારું કોશલ્ય ,તમારું જ્ઞાન, તમારી સર્જનાત્મકતા ,તમારા પ્રગતિશીલ વિચારો ,તમારી સક્રિય ભાગીદારી,તમારી સમજણ અને તમારા સમયની ‘ચરજ નેટવર્ક (ભાવિ ચારણ એજ્યુકેશન ટ્રસ્ટ)’ ને વધારે જરૂર છે.તમે કોઈપણ રીતે સમાજના આ પ્રગતિશીલ કાર્યમાં ઉપયોગી થવા માંગતા હો તો અમારો સંપર્ક કરવા વિનંતી .આપનું સ્વાગત છે.

ચરજ નેટવર્ક મેગેઝીનનો કેવી રીતે સંપર્ક કરી શકાય ?

ચરજ નેટવર્ક અંગેની કોઈપણ જાણકારી માટે તમે ચરજ મેગેઝીનનાં કોર ટીમ મેમ્બર્સ શ્રી વિજય ગઢવી (મો) ૯૮૨૫૦ ૫૧૨૫૪ , શ્રી દિનેશ માવલ (મો) ૯૫૮૬૭ ૬૨૨૫૨ અને રણજિત ગઢવી (મો) ૯૪૨૮૪ ૧૨૫૫૫ નો ફોન કે વોટ્સઅપ દ્વારા  સંપર્ક કરી શકો છો.આ ઉપરાંત તમે તમારા સુચનો અને પ્રતિભાવો અમને અમારા ઈમેઈલ charajnetwork@gmail.com પર પણ મોકલી શકો છો.

આભાર !