પ્રણામ પિતાજી

પ્રણામ પિતાજી

“પ્રણામ પિતાજી ….”

ચરજ મેગેઝીન દ્વારા એક અનોખી પિતૃ વંદના અને પિતાજીનાં ગૌરવની અભિવ્યક્તિ

ચઢી છાતીએ જે ઘડી મૂછ તાણી,
કદી અંતરે રીસ આપે ન આણી;
કહ્યું મેં મુખે તે કર્યું હા જી હા જી .
ભલા,કેમ આભાર ભૂલું પિતાજી ?

મને સારી શિક્ષા શિખાવી સુધાર્યો,
વળી આપી વિદ્યા વિવેકે વધાર્યો;
ભલી વાતના ભેદ સીધા દિધાજી.
ભલા, કેમ આભાર ભૂલું પિતાજી .- કવિશ્રી દલપતરામ

**

પિતા લાગે છે કુહાડી જેવા પણ હોય છે કોદાળી
લાગે છે કઠિયારા જેવા પણ હોય છે માળી

દીકરો હોય કે દીકરી દરેકના જીવનમાં મા –બાપનું અપાર અને અમૂલ્ય ઋણ હોય છે.જે પિતાએ આપણી માટે આખ્ખું જીવન ખર્ચી નાખ્યું છે.જેણે આપણા જીવનમાં નવી શક્તિનું સિંચન કર્યું છે.જેમણે સમજણ આપીને આપણું જીવન ઘડતર કર્યું છે ,એવા પિતાશ્રીને યાદ કરીને એમનું સ્મરણ અને સન્માન કરવાનો આ ઉપક્રમ છે.

આપણા પિતાજી સમક્ષ જે આપણે ક્યારેય નથી કહી શક્યા એવી એમનાં પ્રત્યેની આપણી લાગણી અને સંવેદનાને “પ્રણામ પિતાજી” દ્વારા આપણે વાચા આપીએ.એમનાં પ્રત્યેના આપણા વહાલને વહેતું કરીએ. આવી અનોખી ‘પિતૃવંદના’ સ્વર્ગસ્થ પિતાજીનું સાચું તર્પણ ગણાશે, સાક્ષાત પિતાજીના જીવનનો સમગ્ર થાક ઉતારી નાખશે અને અનેક પિતા –સંતાન માટે પ્રેરણાદાયી સાબિત થશે.

તો ઉઠાવો કલમ અને ”પ્રણામ પિતાજી’ વિષય પર તમારી પિતૃવંદના અમને ૫૦૦ શબ્દની મર્યાદા આજે જ મોકલો. અમે ચરજ મેગેઝીન અને વેબસાઈટ પર તમારા અને તમારા પિતાજીના ફોટો સાથે એને પ્રકાશિત કરીશું અને આ પિતૃવંદના લખવા બદલ અમે ચરજ મેગેઝીન તરફથી તમને સુંદર ભેટ પણ મોકલીશું.

આટલું ધ્યાન રાખવા વિનંતિ:

૧) ‘પ્રણામ પિતાજી’ વિશેનો તમારો લેખ ૫૦૦ શબ્દની મર્યાદામાં હોવો જોઈએ.અને ગુજરાતી યુનીકોડમાં ટાઈપ કરેલો હોવો જરૂરી છે.હાથે લખો તો સુવાચ્ય અક્ષરે ,છેકછાક વગરનો લેખ મોકલવા વિનંતિ.

૨) તમારો અને તમારા પિતાજીનો હાઈરીઝોલ્યુશન ફોટો(3MB File size) અવશ્ય મોકલજો.

૩) તમારું નામ સરનામું અને મોબાઈલ નંબર ભૂલ્યા વગર લખજો.

૪) તમે તમારો લેખ અને ફોટા અમારા ઈમેલ charajnetwork@gmail.com પર મોકલી શકો છો અથવા કુરિયર કે ટપાલ દ્વારા પણ મોકલી શકો છો.સરનામું : મુખ્ય સંપાદકશ્રી દિનેશ માવલ, ચરજ નેટવર્ક મેગેઝીન, ૧૨૦, સિટી આર્કેડ,ડીએસપી બંગલો પાસે,જામનગર -૩૬૧૦૦૧ (મો) ૯૫૮૬૭ ૬૨૨૫૨.

૫) તમારા આવેલા લેખો વહેલા તે પહેલાના ધોરણે પ્રકાશિત કરવામાં આવશે.

આભાર🙏🌹

ચરજ નેટવર્ક મેગેઝીન

Related posts

ચારણી સાહિત્યની નોંધ શા માટે નહિ?

સંપાદક

હાજર છે હિંગોળ

સંપાદક

પદ્મશ્રી કવિ દાદબાપુ નો સન્માન સમારોહ તથા ”હાજર છે હિંગોળ” ગ્રંથ વિમોચન

સંપાદક

ટિપ્પણી મૂકો