આજની ઘડી તે રળિયામણી...
કવિ રાજશ્રી દાદબાપુ ગરવા ગિરનારની ગોદમાં શબ્દ સાધનાની ધૂણી ધખાવીને બેઠા છે.
એમની કવિ તાની કર્મ પારાયણતાના પ્રતાપે, આભને આંબી શકે એવી કાવ્યરચનાઓના કારણે,
ભારત સરકારે ૨૦૨૧ની સાલનો પદ્મશ્રી એવોર્ડ જ્યારે જાહેર કર્યો ત્યારે,
આજે ચારણો અને ચારણેતર ચાહકોના હૃદય હરખથી નાચી ઉઠયાં છે. શ્રી દાદબાપુને ખૂબ ખૂબ અભિનંદન
